Showing posts with label #જલભેદ. Show all posts
Showing posts with label #જલભેદ. Show all posts

Wednesday 14 April 2021

Lifeslibraries, Jalbhed,જલભેદ

*● જલભેદ ●(ક્રમશ)*

     સમગ્ર ચર્ચાનો સારાંશ. 
ક્રમ.- વક્તા અને તેનો ભાવ.
૧. નિરપેક્ષ ભાવથી ગુણગાન કે કથા કરતા હોય તેવા ગાયકો (ગંધર્વો) - શ્રોતાના ભાવનું પોષણ કરે છે.
૨. નિરપેક્ષ ભાવથી ગુણગાન કે કથા કરતા હોય તેવા પુરાણીઓ- 
શ્રોતાના ભાવનું પોષણ કરે છે 
૩. સ્ત્રી-પુત્રાદિ કે કુટુંબનું પોષણ કરવા માટે જ કથા કરતા પુરાણીઓ- ભક્તિમાર્ગીય શ્રોતાઓ માટે નિરૂપયોગી અને નુકશાનકારક. 
૪. વેશ્યાદિ સહિત તથા તત્સંબંધી મત્ત ગાયકો અથવા નીચ ગાયકો- ભક્તિમાર્ગીય શ્રોતાઓ માટે નિરૂપયોગી અને નુકશાન કારક. 
૫. ઉપર્યુક્ત ગાયકો અથવા પુરાણીઓ જો તેઓ ઉદર નિર્વાહ કરવા માટે અથવા અપેક્ષા સહિત કથા વાર્તા કે ગાયન આદિ કરતા હોય તો- ભક્તિમાર્ગીય શ્રોતાઓ માટે નિરૂપયોગી અને નુકશાન કારક. 
૬. ભગવત્શાસ્ત્રમાં તત્પર પંડિતો- ભાવનું પોષણ કરે છે. 
૭. અંતરનિષ્ઠાવાળા સંદેહ નિવારણ પંડિતો- સાધારણ રીતે તો તેઓ ભાવનું પોષણ કરે છે. 
૮. પ્રેમયુક્ત સંદેહ નિવારક ભક્ત પંડિતો- ભાવની સવિશેષ વૃદ્ધિ કરે છે.
૯. અલ્પભક્તિ અને અલ્પશ્રુત એવા પંડિતો- સાંભળનારના મનને સંશય ઉત્પન્ન કરાવે અને તેમનું મન ઢચુપચુ બનાવે. તેથી નુકશાનકારક.
૧૦. ઉપરના જેવા પરંતુ કર્મશુદ્ધ પંડિતો- ઉપર બતાવ્યા પ્રમાણે નુકશાનકારક. 
૧૧. યોગ અને ધ્યાનયુક્ત ભાવવાળા યોગીઓ અને ધ્યાનીઓ- પોતાના જેવી ભાવનાવાળાઓને ગુણ કરે. પરંતુ બીજાઓ માટે બિનઉપયોગી. 
૧૨. તપ(દેહ દમન) કરનારાઓ અને વર્ણાશ્રમ ધર્મના ભાવવાળા શુષ્ક જ્ઞાનીઓ- ભક્તિમાર્ગીય ભક્તો માટે નિરૂપયોગી અને નુકશાનકારક.
૧૩. અલૌકિક જ્ઞાનયુક્ત અને શુદ્ધ જ્ઞાન વડે હરિગુણ તથા હરિ ગુણાનુવાદ કરનારા જ્ઞાનીઓ- ભાવની વિશેષ વૃદ્ધિ કરે.
૧૪. દેવાદિની ઉપાસના કરનાર તેમના ઉપાસકો- ભક્તિમાર્ગીય શ્રોતાઓ માટે બીનઉપયોગી અને નુકશાનકારક.
૧૫. સાધન વડે નવધા ભક્તિથી પરિપૂર્ણ બનેલા વક્તાઓ કે જેમને ભગવદ્ ધર્મની સ્ફૂર્તિ થઈ છે તેવા ભક્તો - ભાવની વૃદ્ધિ કરે છે 
૧૬. ઉપર વર્ણવ્યા પ્રમાણેના પરંતુ સ્થિર ભાવવાળા વક્તાઓ - ભાવની વિશેષ વૃદ્ધિ કરે છે. 
૧૭. અનેક જન્મોથી સિદ્ધિ મેળવવા પ્રયત્નશીલ, પ્રવાહી જીવન જીવતા વક્તાઓ - પોતાના જેવી ભાવનાવાળાઓને ગુણ કરે, બીજાને નિરૂપયોગી. 
૧૮. ઉપરના જેવા પરંતુ સંગદોષથી મુક્ત - સાધારણ રીતે ભાવની વૃદ્ધિ કરે. 
૧૯. ક) પરમ ભગવદીય વક્તાઓ જેવા કે શેષ, વ્યાસ, અગ્નિ, હનુમાન, જડભરત, નારદ, મૈત્રેય, ઉદ્ધવ, પ્રહલાદ, શિવજી આદિ - સમાગમ અતિ દુર્લભ. વચનામૃત ઉત્તમ, અસરકારક અને સંપૂર્ણપણે ફળદાયી.
ખ)૧) ક્ષાર સમુદ્રસમ ભાવવાળા - તૃષા ના મટાડે, તૃપ્તિ ના પમાડે. ભક્તિમાર્ગીઓ માટે નિરૂપયોગી. ૨) દધિ સમુદ્રસમ ભાવવાળા - પોતાના જેવા ભાવવાળાને ગુણકારક.બીજાને બિનઉપયોગી. ૩) મદીરા સમુદ્રસમ ભાવવાળા માયાવાદીઓ - સર્વ ભાવનો નાશ કરનારા. તદ્દન નુકશાનકારક. ૪) ક્ષીરોદક સમુદ્રસમ ભાવવાળા - સાધારણ રીતે ભાવની વૃદ્ધિ જ કરે. ૫) ધૃતોદક સમુદ્રસમ ભાવવાળા - સાધારણ રીતે ભાવની વૃદ્ધિ જ કરે. ૬) ઈશુ રસોદક સમુદ્રસમ ભાવવાળા - સાધારણ રીતે ભાવની વૃદ્ધિ જ કરે. ૭) અમૃતોદક સમુદ્રસમ ભાવવાળા - તેમની વાણીનું પાન અતિ દુર્લભ. તેઓ પ્રભુના દૂત સમાન હોઈ, અમૃત બિંદુનું પાન કરાવનારા વક્તાઓ. ૧૯(ક) માં ગણાવેલા વક્તાઓ. 
(૨૦). ૧) ઊંચે ફેંકાયેલા જળ(વરાળ) જેવા - તદ્દન નકામા નિરૂપયોગી. ૨) પાત્રમાં લીધેલા જળ જેવા. અ) જો સારા પાત્રમાં જળ લેવાયેલું હોય તો - ભાવનું પોષણ કરે. આ) જો ખરાબ પાત્રમાં જળ લેવાયેલું હોય તો - ભાવ મિલન કરે. ૩) પૃથ્વી ઉપર પડેલા જળ જેવા. અ) સારી જમીન ઉપર પડેલા જળના ભાવવાળા - ભાવનું પોષણ કરે. આ) ખરાબ જમીન ઉપર પડેલા જળના ભાવવાળા - ભાવ મિલન કરે. 
———————————
જલભેદના ગ્રંથના અંતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે(ક્રમશ). અમદાવાદ, ૧૪/૦૪/૨૦૨૧. શ્રી વલ્લભાધીશકી જય, શ્રી ગુસાઈજી પરમદયાલકી જય, શ્યામસુંદર શ્રી યમુનેમહારાનીકી જય, જય જય શ્રી ગોકુલેશ.
●●●●●●●●●●●●●

Jai Mata Di.  Jai Shree Krushna.  Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...