Showing posts with label ચાહ નો કપ. Show all posts
Showing posts with label ચાહ નો કપ. Show all posts

Tuesday 28 July 2020

ચાહ નો કપ


મારા‌ હાથમાં ચાહ નો કપ હતો, હું ‌ઊભા ઊભા ચાહ પીતો હતો, અચાનક મેં સંતુલન ગુમાવ્યું, ચાહ અને કપ બચાવવા જતાં ચાહ ઢોળી, કપ ફુટયો ને હાથ માં વાગ્યુ, લોહી બંધ ન થતાં પાટાપિંડી ને દવા કરવી પડી.

વિચારો જો મેં કપ છોડી દીધો હોત તો કપ ફુટી જાત પણ હાથમાં વાગત નહીં.

આપણા જીવનમાં આવા નાના બનાવો બનતાં હોય છે, નાના નુકશાન બચાવવા જતાં મોટું નુકશાન જીરવવુ પડે છે.

જરૂરી હોય છે નાની નાની બાબતોમાં ભુલી જવાની,

 જેમકે

મને‌ પુછ્યું નહીં,
મને‌ નિમંત્રણ આપ્યું નહીં,
મને સુપ્રભાત કહ્યું નહીં,
મને બોલાવ્યો નહીં,
મારી શુભેચ્છા સ્વિકારી નહીં,
મને‌ માન આપ્યું નહીં વગેરે વગેરે....

છોડી દો આ બધું, ને પછી જુઓ મિત્રો સંબંધીઓ સાથે ના સંબંધ માં નવા પ્રાણ ફુંકાશે નવી ઊર્મિ નો અહેશાસ થશે.

સુક્ષ્મ અહંકાર સારા‌ માણસ થી આપણને દુર કરી દે છે, જો આ છુટી જાય તો બધા આપણા જ હોય છે.

અહંકાર જલ્દી છુટશે નહીં પણ પ્રયત્ન કરવા થી શક્ય છે, નુકશાન નથી તે પાક્કું.

Jai Mata Di.  Jai Shree Krushna.  Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...