Wednesday 29 July 2020

સુખમ્ એટલે શું..

સુખમ્ એટલે શું..!????


ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખમ્....

તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખમ્....

કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખમ્....

રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથું નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખમ્....

ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખમ્....

રોજ જમતી વખતે " આ ભગવાનની કૃપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખમ્....

 " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખમ્....

દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખમ્...

સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખમ્....

મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખમ્....

અને અંતે.....


પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ  સુખમ્....

No comments:

Post a Comment

Jai Mata Di.  Jai Shree Krushna.  Short but good one : The life that you are living now, Is also a dream of millions...! love Wat u have...n...